Chavda Parivar

About Us

વિક્રમ સંવત ૧૩૧૩, પાટણ વંશજ – વનરાજ ચાવડા

Chavda Parivar

શુભ !              લાભ !

|| શ્રી ગણેશાય નમઃ ||

|| જય માતાજી ||

વિક્રમ સંવત ૧૩૧૩, પાટણ

વંશજ – વનરાજ ચાવડા

સમાજમાં બધા ઇતિહાસ પુસ્તક રૂપે લખાતા નથી અમુક દંતકથા રૂપે પણ હોય છે . અને ૧૫૦ કે ૨૦૦ વર્ષ પહેલા સાધન – સગવડ અને અક્ષરજ્ઞાન ખુબ ઓછા હતા . એટલે પેઢી – દર પેઢી દંતોકિત રૂપે ઇતિહાસ જળવાયેલો રહે છે . દાદા એના પૌત્રને કહેતા અને પૌત્ર સમય જતા દાદા બને એટલે એના પૌત્રને કહેતા આમ ભૂતકાળ નો ઇતિહાસ ચાલ્યો આવે છે .

હવે આપણે અત્યારના વર્તમાન સમયથી ગણતરી કરીએ તો લગભગ સાત – આઠ પેઢી પહેલા ની એટલે કે આશરે ૨૦૦ થી ૨૫૦ વર્ષ પહેલાનો આપણા પરિવાર નો ઇતિહાસ છે .

આપણા ચાવડા પરીવારના પરપિતામહ પૂ . ભીમભા આશરે ૨૫૦ થી ૩૦૦ વર્ષ પહેલા વઢવાણ થી સ્થળાંતર કરીને વસતડી વસવાટ કરેલ.

પૂ . ભીમભા મેલડીમાતાના પરમ ભક્ત હતા . એટલે કે સદાચારી – સંસ્કારી – પ્રામાણિક અને ભક્તિ – ભાવ વ્યક્તિત્વ ધરાવતા હતા .

પૂ . ભીમભા ની ચોથી પેઢીએ નાથાભા થયા . આ ચાર પેઢીના સમયગાળામાં પરિવારની સંખ્યા માં વધારો થયો જેથી પરિવાર મોટો થવાથી અગવડ – સગવડ થાય વિચારો જુદા પડે એટલે જુદા થવાના કારણો ઉભા થાય . આમ પૂ . નાથાભા નારાજ થઈને જુદા થવા માટે મનમાં સંકલ્પ કર્યો અને માતાજીને સાથ લઈને જવાનો નિર્ણય લીધો . તેમની શ્રદ્ધા અને દૃઢ ઇચ્છા શક્તિથી માતાજીને નિર્મળ મનથી ભોળા ભાવે પ્રાર્થના કરી . માતાજી પ્રસન્ન થઇને પૂ . નાથાભા સાથે આવવા તૈયાર થયા પણ તેમને વચનથી બાંધે છે . કે જ્યાં પણ જમીન પર મુકીશ ત્યાં જ મારો વાસ થશે

પહેલાના જમાનામાં મુસાફરી ના સાધનો સિમીત હતા . ઘોડા- બળદગાડા અથવા ચાલીને લોકો મુસાફરી કરતા . સાંજ પડે એટલે જે ગામ આવે ત્યાં વિસામો કરતા . પૂ . નાથાભા એ માતાજીના ફળા – નારિયેર – ચુંદડી વિગેરે એક કપડાની પોટલીમાં બાંધીને તે પોટલી લાકડીના

છેડે બાંધેલી ખંભે લાકડી ટેકવીને ચાલી નીકળ્યા સાંજ પડવા આવી એટલે નજીકના ગામે ઝાડ નીચે વિસામો કર્યો . તેમાં ધ્યાન ચુકથી લાકડી નીચે મુકાઇ ગઇ . થાક ખાઇને ઊભા થયા અને લાકડી અને પોટલી લેવા જાય છે . પણ ઉચકાતી નથી . માતાજીએ તેમને પ્રેરણા કરી કે વચને બંધાયા મુજબ હવે આ જ ગામે રોકાઈ જવું પડશે . એ રીતે પૂ . નાથાભા એ ભેંહજાર ગામ માં વસવાટ કર્યો .

કાળક્રમે વખત પસાર થતો ગયો અને માતાજીની ભક્તિ – ભાવ કરતા અને નિવેદ પણ કરતા . એક વખત માતાજીના નિવેદ થઈ રહ્યા હતા . ગામમાં ભુવા અને બીજા માણસો નિવેદ વખતે આવેલા હતા . પૂ . નાથાભા સાંકળ લઇને ધુણતા હતા . ત્યારે ગામના માણસો જોવા આવેલ તેમાં દરબારના દિકરા એ પૂ . નાથાભા ને કહ્યું દાદા આમ સાંકળ ન લેવાય લાવો હું બતાવુ . તેમ કહી સાંકળ લઈને હાથ ઊંચા કરીને સાકળ ઊંચી કરે છે . ત્યાં જ હાથ જકડાઈ ગયા . આ જોઈ ગામના માણસો કહેવા લાગ્યા કે માતાનું પારખું કરવાનું આ પરિણામ છે . પછી ગામ ના લોકોની વિનંતીથી પૂ . નાથાભા માતાજી નું સ્મરણ કરી માતાને પ્રાર્થના કરે છે . કે નાદાન દીકરાને સાજો કરી દો , માતાજીએ પ્રાર્થના સાંભળી દરબારના દીકરાને સાજો કર્યો .

અમુક સમય વીત્યા પછી પૂ . નાથાભા પરિવારને લઈને ચોકડીએ આવીને વસ્યા . પૂ . નાથાભા ના દીકરા પૂ.લાધાભા અને તેમના છ દીકરા એ પિતાંબરભા – ધરમશીભા – અરજણભા – કેશાભા વશરામભા અને લક્ષ્મણભા

૭ ચોકડી ગામે ચાવડા પરિવાર ના લાધાભા ના છ દીકરોના છ ઓરડા નળિયા વાળા હતા . અને માતાજીનું સ્થાનક હતું .

ત્યાર પછી કાળક્રમે સમય વિતતો ગયો અને સને . ૧૯૬૪ માં વિઠ્ઠલભાઈ ખુશાલભાઈ દાદા ના સંકલ્પ થી નવો મઢ ઘુંમટવાળો બનાવ્યો . તેમાં પાકી દિવાલો કરી . માતાજીના કોતરણીવાળા પાલખ બનાવ્યા . પછી વિધી – વિધાન પૂર્વક માતાજીની સ્થાપના કરી પધરામણી કરી .

સમય જતાં પરિવાર મોટો થતો ગયો અને નિવેદ વખતે રહેવાની તકલીફ પડતી ગઈ ત્યાર પછી કુટુંબના દરેક ભાઈઓના સહકાર થી પાકા ધાબા વાળા મકાન બનાવ્યા જેનો હાલમાં આપણે ઉપયોગ કરી રહ્યા છીએ .

આપણા ચાવડા પરિવાર ના ગૌરવવંતા ઇતિહાસ ની રૂપરેખા છે .

આપણો પરિવાર સંસ્કારી – સુખી અને સંપન્ન પરિવાર છે . આપણા સમાજમાં આગળ પડતી નામના અને પ્રતિષ્ઠા ધરાવે છે . અને નવા જમાના પ્રમાણે આધુનિક વિચારસરણી વાળો પરિવાર છે .

શ્રી ચામુંડા માતાજી ચોકડી ગામ
ચાવડા પરિવાર ના જય માતાજી …. ||